Latest News: આ કંપનીએ બોટ્સ અને AIનો ઉપયોગ કરી પ્લેટફોર્મ પર ખેલાડીઓને 734 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

EDએ ઓનલાઈન ગેમિંગ એપ WinZo અને તેના પ્રમોટરોની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે કંપનીએ બોટ્સ અને AIનો ઉપયોગ કરી પ્લેટફોર્મ પર ખેલાડીઓને 734 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ મામલે WinZoના દિગ્દર્શક પવન નંદા અને સૌમ્યા સિંહ રાઠોરની સાથે કંપનીની વિદેશી સહાયક કંપનીઓને પણ આરોપી બનાવ્યા છે.

એક સત્તાવાર નિવેદન મુજબ EDની બેંગલુરૂ ઝોનલ ઓફિસે 23 જાન્યુઆરીએ PMLA હેઠળ કેસની સુનાવણી માટે સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે કંપનીએ 100થી વધુ ગેમ રજૂ કરી, જેના લગભગ 25 કરોડ યૂઝર હતા. આ તમામ યૂઝર મોટાભાગે ટિયર-3 અને ટિયર-4 શહેરના રહેવાસી હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે મે 2024થી ઓગસ્ટ 2025 સુધી WinZOએ પોતાના કોડ-આધારિત બોટ્સનો ઉપયોગ કરીને નિષ્ક્રિય ખેલાડીઓના ડેટાને ઓરિજનલ યુઝર્સની વિરૂદ્ધ તેમની કોઈ સહમતિ વગર ઉપયોગ કર્યો. શરૂઆતના સમયમાં યુઝર્સને નાનું બોનસ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા અને સરળ બોટ્સની વિરૂદ્ધ જીતવા દેવામાં આવ્યા.

ત્યારબાદ ખેલાડીઓએ જેવો જ મોટી રકમ નાખીને રમવાનું શરૂ કર્યું, ત્યારે અન્ય બોટ્સ તૈનાત કરવામાં આવ્યા અને જેનાથી તેમને ભારે નાણાકીય નુકસાન થયું. ઈડીએ કહ્યું કે કંપનીએ કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2025માં રિયલ મની ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ પણ 47.66 કરોડ રૂપિયાની જીતની રકમ અને ડિપોઝિટ પરત ના કરી. એજન્સીએ આરોપ લગાવ્યો કે WinZoએ 2021-22 અને 2025-25ની વચ્ચે 3522.05 કરોડ રૂપિયા કમાણી કરી અને તેને અમેરિકા અને સિંગાપુરમાં બનાવેલી શેલ કંપનીઓ દ્વારા મની લોન્ડ્રિંગ કર્યું. તપાસમાં એ પણ સામે આવ્યું કે આ હેરાફેરીભર્યા ગેમિંગ માળખાને કારણે ગરીબ નાણાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા યુઝર્સને ગંભીર નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક કેસમાં માનસિક તણાવ અને આત્મહત્યાની પ્રવૃતિ પણ જોવા મળી. ઈડીએ ગયા વર્ષે Winzo અને તેના પ્રમોટરોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. પાવન નંદા અને સૌમ્યા સિંહ રાઠોરની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં સૌમ્યા સિંહ જામીન પર બહાર છે. આ કેસની ગંભીરતા અને વ્યાપકતાને જોતા તેની તપાસ EDને સોંપવામાં આવી હતી.

 

error: Content is protected !!