ડાંગના સાપુતારામાં ભારતીય સેનાના જવાનોને લઈ જતી એક ટ્રક પલટી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૩ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય જવાનોનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, ભારતીય સેનાની આ ટ્રક મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. જ્યારે આ વાહન સાપુતારાના પહાડી માર્ગો પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ચાલકે ટ્રકના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા અન્ય કોઈ તાંત્રિક ખામીને કારણે ગાડી માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. આ ટ્રકમાં કુલ ૧૦ જવાનો સવાર હતા. અકસ્માત થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે, આ અકસ્માતમાં ૩ જવાનોને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ડાંગ પોલીસ અને સેનાના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.





