Latest News Gujarat: સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદના ઘેરામાં આવી, ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારીને તેમજ શર્ટના બટન તોડી નાખ્યા

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 19મી ઓગસ્ટના રોજ, સામાન્ય ધક્કામુક્કીની બાબતે ધોરણ-10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થીનું મોત થયુ હતું. આ મુદ્દે ખુબ જ ઉગ્ર વિરોધ થયો હતો. ત્યારે સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદના ઘેરામાં આવી છે. ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારીને તેમજ શર્ટના બટન તોડી નાખ્યા હોવાની ઘટના ઘટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2025માં અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિડી પરથી ઉતરતા સમયે થયેલી ધક્કામુક્કીનો મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. નયન નામનો એક વિદ્યાર્થી આ મામલે સગીર આરોપી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે આરોપીએ કિચન કટર કાઢી તેના પેટમાં ભોંકી દીધું હતું અને ત્યાથી ભાગી નીકળ્યો હતો. સ્કૂલના ગાર્ડ અને સ્ટાફે ઘટનાને રોકવાના પ્રયાસો ન કર્યા અને ઘાયલ નયનને સમયસર હૉસ્પિટલે પહોંચાડયો ન હોવાનો આક્ષેપ પણ પરિવારે સ્કૂલ સંચાલકો પર કર્યો હતો. આ વિદ્યાર્થી પહેલેથી હિંસક વૃતિ વાળો હતો અને પહેલા પણ આ રીતે ઝગડો થયો હતો, પરંતુ સ્ટાફે પરિવારોને જાણ ન કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો. સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાએ શહેર સહિત રાજ્યભરમાં ચકાચાર મચાવ્યો હતો. આ ઉપરાંત કડક કાર્યવાહીની માગ પણ કરવામાં આવી હતી. સ્કૂલ પર વિદ્યાર્થીને લઈ બેદરકારી દાખવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાને લઈ સ્કૂલે પણ CCTV જાહેર કર્યા હતા.

error: Content is protected !!