વ્યારાના રૂપવાડા ગામમાં અજાણ્યા ટેમ્પાએ મોટરસાયકલ સવાર દંપતિને અડફેટે લેતા પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું.મળતી માહિતી અનુસાર બારડોલીના પથરૂમ ગામના મધુભાઈ લાહનુંભાઈ ગાયકવાડ તથા તેમની પત્ની લક્ષ્મીબેન સુગર ફેકટરીમાં શેરડી કટીંગનું કામ કરતા હતા. તા.૪ ના રોજ લક્ષ્મીબેન અને મધુભાઈ પોતાની મોટરસાયકલ લઈને વાલોડ થઈ રૂપવાડાથી કપુરા રોડ ઉપર આવવા નીકળ્યા હતા,
તે દરમિયાન વ્યારાના રૂપવાડા ગામ પાસે આવતા ટેકરી ફળીયામાં એક ટેમ્પાએ મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મધુભાઈ તથા લક્ષ્મીબેનને ગંભીર ઈજા થઈ હતી, જેઓને વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં દરમિયાન લક્ષ્મીબેનનું મોત થયું હતું. અજાણ્યા ટેમ્પાચાલક સામે વ્યારા પોલીસ મથકે મધુભાઈ ગાયકવાડએ ફરિયાદ આપી હતી.





