Local News : નડગખાદી પાસે બાઇક પ્રોટેક્શન વોલ નીચે ખાબકતા ચાલકનું મોત,દીકરીને મૂકી પરત ફરતી વખતે કાળ આંબી ગયો

વઘઈ-આહવા રોડ પર નડગખાદી ગામની સીમમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં વાંસદા તાલુકાના વાટી ગામના ૩૩ વર્ષીય યુવક ગીરીશભાઈ સતુભાઈ પવારનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના અંગે મૃતકના ભાઈ ઇનેશભાઈ પવારે વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૃતક ગીરીશભાઈ ગત રોજ તારીખ ૦૩ માર્ચના રોજ પોતાની દીકરીને આંબાબારી ગામે તેના બનેવીના ઘરે મૂકવા ગયા હતા. ત્યાંથી રાત્રિના દસેક વાગ્યાના સુમારે પોતાની લઈને પરત ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન નડગખાદી ગામની સીમમાં ચિકાર ફળીયા પાસેના વળાંકમાં ગીરીશભાઈએ પોતાની મોટરસાયકલ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પુરઝડપે જતી બાઇક રસ્તાની સાઈડમાં મુકેલા લોખંડના પાઈપો સાથે અથડાઈ હતી, જેના કારણે તેઓ મોટરસાયકલ સાથે પ્રોટેક્શન વોલ નીચે આશરે ૧૦ ફૂટ ઊંડા ખાડામાં પટકાયા હતા. આજે વહેલી સવારે ગ્રામજનો દ્વારા અકસ્માતની જાણ થતા પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગીરીશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે બનાવ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!