નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વાડા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કામગીરીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ગોળનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. 
મરોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાડા ગામના હળપતિવાસમાં રહેતો રમેશભાઈ ઝીણાભાઈ રાઠોડ ગામના ‘કરોડીવાસ’ વિસ્તારમાં આવેલી ઝાડી-ઝાખરામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે. પોલીસે શનિવારે સાંજે ૪:૦૫ વાગ્યે આ સ્થળે રેઇડ કરતા રમેશ રાઠોડ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.પોલીસે ઘટનાસ્થળેથી ૭ લીટર તૈયાર દેશી દારૂ,૨૦ લીટર ગોળ-પાણીનું રસાયણ,ભઠ્ઠીના સાધનો, એલ્યુમીનીયમનું તગારું અને અન્ય સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો નોંધ્યો છે. તપાસમાં બહાર આવ્યું હતું કે દારૂ બનાવવા માટે જરૂરી ગોળ કોલાસણા ગામનો શંકર નામનો વ્યક્તિ સપ્લાય કરતો હતો, જે હાલ પોલીસ પકડથી દૂર છે.





