Local News : નવસારી ગણેશ સીસોદ્રા ઓવરબ્રીજ પાસેથી રૂ.૨૧ હજારનો વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જિલ્લા એલ.સી.બી. પોલીસની ટીમે ગણેશ સીસોદ્રા ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી એક શખ્સને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભો છે.

પોલીસે ગણેશ સીસોદ્રા ઓવરબ્રીજના ઉતરતા છેડે, મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર તપાસ કરતા અલ્તાફ પપ્પુભાઈ શાહ (રહે.શાંતાદેવી રોડ, નવસારી) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે શખ્સની તલાશી લેતા તેના રેકઝીનના થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૯૪ નંગ બાટલીઓ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. ૨૧,૩૦૦/- થાય છે. આ જથ્થામાં લોર્ડ ઝોન વ્હીસ્કી અને મેજીક મુવમેન્ટ વોડકાની બોટલોનો સમાવેશ થાય છે.

error: Content is protected !!