Local News: કામરેજના ઓરણા ગામે તસ્કરોનો આતંક: લાખોની કિંમતના વીજ વાયરોની ચોરી

સુરતના કામરેજ તાલુકામાં તસ્કરો હવે ખેતીવાડીના વીજ વાયરોને નિશાન બનાવી રહ્યા છે. ઓરણા ગામની સીમમાં ખેતર પાસે પસાર થતી હાઈટેન્શન (HT) અને લો-ટેન્શન (LT) લાઇનમાંથી આશરે રૂપિયા 98,731/- ની કિંમતના એલ્યુમિનિયમ વાયરોની ચોરી થઈ હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઈ છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ની સેવણી પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર મુકેશકુમાર પ્રવિણભાઇ રાવલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 4 માર્ચની મધ્યરાત્રીથી 5 માર્ચની સવારના સમયગાળા દરમિયાન, ઓરણા ગામની સીમમાં આવેલા નિકેતુભાઇ ભક્તાના ખેતર પાસે આ ચોરીની ઘટના બની હતી.આશરે 525 મીટર લાંબા ત્રણ તાર (કુલ 1575 મીટર), જેનું વજન 220.5 કિગ્રા અને કિંમત રૂ. 60,443 છે,આશરે 520 મીટર લાંબા ત્રણ તાર (કુલ 1560 મીટર), જેનું વજન 140.4 કિગ્રા અને કિંમત રૂ. 38,288 છે. સ્થાનિક ખેડૂતોએ વાયર ચોરી અંગે વીજ કચેરીમાં જાણ કરતા, અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી અને ત્યારબાદ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!