Local News: ભાડુઆતની વિગત પોલીસને ન આપતા ઓલપાડમાં ૩ મકાન માલિકો સામે ગુનો દાખલ

સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભાડે આપવામાં આવતી મિલકતો અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ મકાન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય SOG શાખાની ટીમ જ્યારે ઓલપાડના સાયણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ‘ભક્તિધારા રેસીડેન્સી’ માં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે કેટલાક મકાન માલિકોએ નિયમ મુજબ ભાડુઆતોની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, કોઈપણ રહેણાંક કે વ્યવસાયિક એકમ ભાડે આપતા પહેલા ભાડુઆતના ઓળખના પુરાવા અને વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.

કોની સામે કાર્યવાહી થઈ? (1) રમેશભાઈ નરશીભાઈ સેતા (રહે.અમરોલી) તેઓએ ફ્લેટ નં. 504 માં ભાડુઆત રાખ્યા હોવા છતાં કોઈ કરાર કે પોલીસ જાણ કરી ન હતી (2) કિશોરભાઈ નાનજીભાઈ આંબલીયા (રહે.આંબાવાડી) ફ્લેટ નં.104 માં છેલ્લા ચાર વર્ષથી ભાડુઆત રહેતા હોવા છતાં નિયમનું પાલન કર્યું ન હતું (3) જયંતીભાઈ કટકીયા (રહે. કતારગામ) ફ્લેટ નં. 101 માં રહેતા ભાડુઆત અંગેની જાણકારી છુપાવવા બદલ તેમની સામે પણ ગુનો દાખલ થયો છે.

error: Content is protected !!