Local News: વલસાડ રેલ્વે સ્ટેશન પર મુસાફરનો મોબાઈલ અને રોકડ ભરેલા પર્સની ચોરી: ગુનો નોંધાયો

રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. વલસાડ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નં.12972 ભાવનગર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનો કિંમતી મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતા ફરિયાદી પાર્થ મુંજલભાઈ સાગર ગત 22 ફેબ્રુઆરીના રોજ ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના કોચ નં.એસ/5માં સીટ નં. 09 પર મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન મોડી રાત્રે અંદાજે 04:50 કલાકે જ્યારે ટ્રેન વલસાડ રેલ્વે સ્ટેશન પર આવી ત્યારે તેમની ઉંઘ ઉડી ગઈ હતી.

જાગીને જોતા માથા પાસે રાખેલો તેમનો મોબાઈલ ફોન અને અન્ય માલસામાન મળી આવ્યો ન હતો. આ બાબતે ફરિયાદી દ્વારા વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. પોલીસે અંદાજે રૂ.45,000/- ની કિંમતની મિલકતની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot : ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ચાર્જશીટ રજૂ કરાઈ, 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટ,15 હજારથી વધુ પાનાંના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા

error: Content is protected !!