Local News : મહુવા-સરભોણ રોડ પર અકસ્માત,કાર ખાડામાં ખાબકતા યુવકનું કરૂણ મોત

મહુવા તાલુકામાં કાનીગામની સીમમાં એક પુરઝડપે જતી ઇનોવા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે ૩૪ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વડોલી ગામના રહીશ નિરવભાઈ બળવંતભાઇ મિસ્ત્રી (ઉં.વ.34) ગત 11 માર્ચ,2026 ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યે પોતાના મિત્ર જીગ્નેશભાઈ મિસ્ત્રીની ટોયટા ઇનોવા કાર નંબર GJ-05-JB-5191 લઈને કોઈ કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા.

રાત્રિના આશરે 08:00 થી 09:45 વાગ્યાના સમયગાળા દરમિયાન, તેઓ સરભોણથી કાનીગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાનીગામની સીમમાં આંટીયા ફળીયા પાસે તેમની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા તેઓએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર પોતાની સાઈડ છોડી બીજી તરફ રોડની નીચે ખેતરાડીના શેઢા પાસે આવેલા ખાડામાં ખાબકી હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકશાન થયું હતું અને નિરવભાઈને માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગે મૃતકના બનેવી કેતનભાઈ નરેશભાઈ પટેલે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!