Latest News tapi : ડોલવણમાં ભાડુઆતની વિગતો પોલીસને ન આપનાર બે મકાનમાલિકો સામે ગુનો દાખલ

ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનાર મિલકત માલિકો સામે પોલીસે લાલ આંખ કરી છે. બેડચીત ગામમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનો ભાડે આપીને તેની જાણ પોલીસ સ્ટેશનમાં ન કરનાર બે શખ્સો વિરુદ્ધ એસ.ઓ.જી. શાખાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર તાપી એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ જ્યારે ડોલવણ વિસ્તારમાં ભાડુઆતની તપાસણી માટે પેટ્રોલિંગમાં હતા, ત્યારે બે અલગ-અલગ કિસ્સાઓમાં જાહેરનામાનો ભંગ જોવા મળ્યો હતો. બેડચીત ત્રણ રસ્તા પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષની એક દુકાન નવનીતભાઈ હરજીભાઈ કંબોડી (રહે.નવસારી) એ ભાડે આપી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમણે ભાડુઆત પાસે કોઈ ઓળખકાર્ડ માંગ્યું નહોતું કે પોલીસમાં જાણ કરી નહોતી. જયારે બીજા બનાવમાં આ જ વિસ્તારમાં આવેલ સાંઈ કોમ્પ્લેક્ષમાં અશ્વિનભાઈ ધીરૂભાઈ ગામીત (રહે.બાગલપુર) એ પોતાની દુકાન છેલ્લા ચાર વર્ષથી ભાડે આપી હતી. તેમણે પણ ભાડુઆતની કોઈ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી.તાપી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ, કોઈપણ મિલકત ભાડે આપતી વખતે તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી અનિવાર્ય છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ બંને મકાનમાલિકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

error: Content is protected !!