ટાટા હેરીયરમાં વિદેશી દારૂની 1080 બોટલો છુપાવી જતા શખ્સનો પોલીસે પીછો કર્યો : કાર ભટકાતા મુદ્દામાલ મૂકી ભાગ્યો

વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દમણથી દારૂ ભરીને આવતી એક સફેદ ટાટા હેરીયર કારને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ચાલકે કાર ઉભી રાખવાને બદલે પૂરઝડપે ભગાડી મૂકી હતી.

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ગભરાયેલા ચાલકે દારોઠા ખાડી પાસે કાર એક ફાર્મ હાઉસની દીવાલ સાથે અથડાવી દીધી હતી અને વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૦૮૦ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.૨,૯૦,૪૦૦/- થાય છે.પોલીસે રૂ.૧૦ લાખની કાર અને દારૂ મળી કુલ રૂ.૧૨,૯૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!