વાલોડ તાલુકાના સ્યાદલા ગામે નદી કિનારે ખુલ્લી જગ્યામાં જુગાર રમાડતા એક શખ્સને પોલીસે બાતમીના આધારે રેડ કરી ઝડપી પાડ્યો છે.મળતી માહિતી પ્રમાણે વાલોડ પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સ્યાદલા ગામના નદી કિનારે સ્મશાન પાસે આવેલા એક ઝાડ નીચે એક ઈસમ ‘શ્રીદેવી બજાર’ નામના જુગારના આંકડા લખી લોકો પાસે પૈસા ઉઘરાવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે શુક્રવાર, ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડા દરમિયાન આરોપી મનોજભાઈ દાજીભાઈ વસાવા (રહે.શાંતીનગર ફળીયુ, સ્યાદલા) રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી શ્રીદેવી બજારના આંકડા લખેલી ચોપડી, જુગારના વરલી મટકાના આંકડા પરથી ઉઘરાવેલી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.વાલોડ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





