સોશિયલ મીડિયા પર ઈંધણની અછતની અફવાઓથી સાવધાન: સરકારની સ્પષ્ટતા, ‘પૂરતો સ્ટોક ઉપલબ્ધ’

નવી દિલ્હી/અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગેના ભ્રામક સંદેશાઓ અને પોસ્ટ્સ વ્યાપકપણે વાયરલ થઈ રહ્યા છે. આ સંદેશાઓમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ઈંધણનો જથ્થો ખૂટી રહ્યો છે, જેના કારણે લોકોને વહેલી તકે પેટ્રોલ પંપ પર જઈને સ્ટોક કરી લેવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત સરકારની PIB Fact Check ટીમે આ તમામ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે અને તેને ભ્રામક ગણાવ્યા છે.

સત્તાવાર અહેવાલ મુજબ, દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓ તેમની ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે. તેમની પાસે કાચા તેલ (Crude Oil) નો પર્યાપ્ત જથ્થો છે અને પેટ્રોલ-ડીઝલના ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. દેશના તમામ રાજ્યો અને શહેરોમાં ઇંધણનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહ્યો છે.

સરકારે જનતાને વિનંતી કરી છે કે,સોશિયલ મીડિયા પર આવતા વણચકાસાયેલા મેસેજ પર વિશ્વાસ ન કરો,ઈંધણનો બિનજરૂરી સંગ્રહ કરવાની કે પૅનિક બાયિંગ (Panic Buying) કરવાની કોઈ જરૂર નથી,માત્ર સરકારી સત્તાવાર જાહેરાતો અથવા વિશ્વસનીય ન્યૂઝ ચેનલો દ્વારા આપવામાં આવતી માહિતીને જ સાચી માનવી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈંધણનો પુરવઠો ખોરવાયો નથી, તેથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. આવી અફવાઓ ફેલાવનારા તત્વોથી સાવધ રહેવા અને સાચી માહિતી જ અન્ય લોકો સુધી પહોંચાડવા માટે જણાવાયું છે.

error: Content is protected !!