બીલીમોરામાં મધરાતે જુગારધામ પર પોલીસનો દરોડો: ત્રણ શખ્સો ઝડપાયા

બીલીમોરાના દેવસરગામમાં પોલીસે દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.26,670 /- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રવિવારે મધરાતે બીલીમોરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે દેવસરગામમાં સર દેસાઈ મીલના ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં જઈ ઓચિંતો દરોડો પાડ્યો હતો.પોલીસના દરોડા દરમિયાન (1) સુનિલસિંગ સુંદરસિંગ ગુજરીયા રહે. શિવ શક્તિ કોમ્પ્લેક્સ, દેવસર, (2) દિલીપસિંગ બળવંતસિંગ લબાના રહે. ગુરુનાનક નગર, શીખકેમ્પ, દેવસર, (3) કુલજીતસિંગ કિશોરસિંગ લબાના રહે. શીખ કેમ્પ, દેવસર ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી રોકડ રકમ,મોબાઈલ સહિત કુલ રૂપિયા રૂ.26,670 /- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બીલીમોરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!