નિઝરના રાયગઢ ગામમાં વરલી મટકાના જુગાર પર પોલીસનો દરોડો: એક શખ્સ ઝડપાયો

નિઝરના રાયગઢ ગામમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.મળતી માહિતી પ્રમાણે નિઝર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા, ત્યારે રાયગઢ ગામ પાસે કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં કંઈક આપ-લે કરતા જણાયા હતા.

પોલીસને જોતા જ અન્ય કેટલાક ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા, પરંતુ પોલીસે ઘેરો ઘાલી એક શખ્સને પકડી પાડ્યો હતો.ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ સંભાજીભાઈ રૂસ્તમભાઈ નાઈક (ઉંમર 52, રહે.રાયગઢ) હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પાસેથી મુંબઈ નાઈટ મિલન બજારના વરલી મટકાના આંકડા લખેલી સ્લીપ, એક બોલપેન અને રૂપિયા 290/- ની રોકડ રકમ મળી આવી હતી.આ મામલે નિઝર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!