માત્ર SYBA પાસ અને બે વર્ષ કમ્પાઉન્ડરની નોકરી કરી ડોક્ટર બની બેઠો: કામરેજના પરબ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

સુરત ગ્રામ્ય પોલીસની SOG શાખાએ કામરેજ તાલુકાના પરબ ગામે દરોડા પાડીને કોઈપણ માન્ય મેડિકલ ડીગ્રી વગર દવાખાનું ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બોગસ ડોક્ટર માત્ર SYBA સુધી જ ભણેલો છે.

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના હેઠળ SOG પી.આઈ. એલ.ડી.ઓડેદરા અને તેમની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે પરબ ગામના સ્ટાર પ્લાઝાની દુકાન નંબર ૩ માં આવેલ ‘હંસ ક્લિનિક’માં એક વ્યક્તિ ડીગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે.ઝડપાયેલા આરોપીનું નામ રીપન સરકાર (ઉ.વ.૨૬,મૂળ પશ્ચિમ બંગાળ) છે.

પોલીસ પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેની પાસે કોઈ મેડિકલ ડીગ્રી નથી. અગાઉ પશ્ચિમ બંગાળની બોનગા હોસ્પિટલમાં બે વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી, જે અનુભવના આધારે તે છેલ્લા બે વર્ષથી અહીં ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.પોલીસે ક્લિનિકમાંથી મેડિકલ સાધન સામગ્રી અને દવાઓ મળી કુલ રૂ.૧૨,૧૦૭.૫૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માત્ર SYBA પાસ અને બે વર્ષ કમ્પાઉન્ડરની નોકરી કરી ડોક્ટર બની બેઠો
error: Content is protected !!