સુરત જિલ્લા એલ.સી.બી. એ કામરેજ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે કામરેજના આંબોલી વિસ્તારમાંથી ઈમરાન યુનુસ વોરા (ઉં.વ.૪૨,રહે.કઠોર ગામ) ને દબોચી લીધો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ લૂંટનો ગુનો નોંધાયેલો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





