Latest News : નવસારી: ખાપરવાડામાં ફોર્સ અર્બેનિયા વાને મોપેડને અડફેટે લેતા અકસ્માત

બીલીમોરા: ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી એક સફેદ રંગની ફોર્સ અર્બેનિયા વાને ઇલેક્ટ્રિક મોપેડને જોરદાર ટક્કર મારતા બે મહિલાઓને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી વાન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગત ૧૦ મે ના રોજ સવારે આશરે ૬:૦૦ વાગ્યાના સુમારે આહુતીબેન પટેલ અને ફાલ્ગુનીબેન પટેલ પોતાની EV મોપેડ નંબર જીજે/૨૧/બીએસ/૭૩૪૯ પર સવાર થઈને ડુંગરી ખાતે પોતાની નોકરી અને વ્યવસાય અર્થે જઈ રહ્યા હતા. ખાપરવાડા ઝોરા ફળીયા આંગણવાડી સામેના જાહેર રોડ પર સામેથી આવતી ફોર્સ અર્બેનિયા વાન નંબર જીજે/૦૫/ટીસી/૦૩૭૦ ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી મોપેડને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં આહુતીબેનને જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું હતું અને મોપેડ પર રાખેલ ગરમ સાંભર પડવાને કારણે તેઓ કમરથી ઘૂંટણ સુધીના ભાગે દાઝી ગયા હતા. જ્યારે ફાલ્ગુનીબેનને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદી સંયોગભાઇ અરવિંદભાઇ પટેલે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સર્જનાર વાન ચાલકનું નામ અનંત મોટી સિંહ (રહે. વાપી, મૂળ રહે. બિહાર) છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!