જમીન અતિક્રમણના મામલે કાર્યવાહી કરવા લાંચ લેતાં વસઇ-વિરાર પાલિકાનો ક્લર્ક ઝડપાયો

પાલઘર જિલ્લામાં વસઇ-વિરાર મહાનગરપાલિકાના એક ક્લર્કની જમીન અતિક્રમણના મામલામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા માટે રૂ.10,000ની લાંચ માંગવા અને સ્વીકારવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ACB દ્વારા મંગળવારે ગોઠવવામાં આવેલા છટકામાં આરોપી રંગેહાથ પકડાઈ ગયો હતો.

એસીબી થાણે યુનિટના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ દાદારામ કારાંડેના જણાવ્યા અનુસાર, આ કેસના ફરિયાદી એક જમીનના પાવર ઓફ એટર્ની (મુખત્યારનામું) ધરાવે છે. આ જમીન પર અન્ય એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને વૃક્ષો કાપી નાખ્યાં હતાં. આ મામલે ન્યાય મેળવવા અને અતિક્રમણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાવવા માટે ફરિયાદીએ પાલિકાની કચેરીનો સંપર્ક સાધ્યો હતો.સાતિવલી (જી-વોર્ડ) ઓફિસમાં કાર્યરત 52 વર્ષીય ક્લર્ક દિલીપ લક્ષ્મણ લોખંડેએ અતિક્રમણ કરનાર સામે નોટિસ જારી કરવા અને આગળની કાર્યવાહી શરૂ કરવાના બદલામાં ફરિયાદી પાસે રૂ.10,000ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન ACB નો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે એસીબીના અધિકારીઓએ મંગળવારે એક વ્યૂહાત્મક છટકું ગોઠવ્યું હતું અને દિલીપ લોખંડેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.આરોપી દિલીપ લોખંડે વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં ‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ’ (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. (પીટીઆઇ)

error: Content is protected !!