Latest News Tapi : વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ રોકડા રૂપિયા અને સાહિત્ય સાથે ઝડપાયો

નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૨૪ જૂન ૨૦૨૬ના રોજ બપોરે નિઝર પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પ્રોહિબિશન અને જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા. તે દરમિયાન વાંકા ગામ પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન જાહેરમાં કલ્યાણ અને શ્રીદેવી બજારના વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતો અશ્વિનભાઈ કૃષ્ણભાઈ પાડવી (રહે. નાઇક મંદિર ફળિયું, નિઝર) નામનો શખ્સ પકડાઈ ગયો હતો. પોલીસને તેની અંગ ઝડતીમાંથી વરલી મટકાના આંકડા લખેલી કાગળની સ્લીપ, બોલપેન અને જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂ.૨૯૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે અ.પો.કો. ઉમેશભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે નિઝર પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ રામસીંગભાઈને સોંપી છે.

error: Content is protected !!