સોનગઢમાં જાહેર જગ્યા પર જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ૨૫ જૂન ૨૦૨૬ના રોજ મોડી રાત્રે સોનગઢ પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે સોનગઢ ગામના ઇસ્લામપુરા ટેકરા વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસે ખુલ્લા ઓટલા પર લાઇટના અજવાળે કેટલાક ઇસમો પાના-પત્તાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા ત્રણ આરોપીઓ (૧) જાફર ફકીરાભાઈ કાંકર (ઉં.વ.૨૪), (૨) અનીશ સલીમ ખાટીક (ઉં.વ.૪૦), અને (૩) ફિરોઝ દિલાવર કુરેશી (ઉં.વ.૫૩) (તમામ રહે. ઇસ્લામપુરા ટેકરા,સોનગઢ) ને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી ગંજીપાનાની કેટ તેમજ કુલ રૂ.૧,૪૬૦/- નો રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર માર્મિક હરેશભાઈ દાણિધારીયા ચલાવી રહ્યા છે.





