પરમ કેશવ બાગ (PKB વિમેન વિંગ) અને સુર સરગમના સંયુક્ત ઉપક્રમે ‘લાઈવ મ્યુઝિકલ મસ્તી ઈવનિંગ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળના અધ્યક્ષ કવિતાબેન પારેખના સંચાલનમાં યોજાયેલા કાર્યક્રમમાં સુર સરગમના 24 ગાયકોએ લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતો રજૂ કર્યા હતા.
પુરુષ-મહિલા મેડલી, યુગલ ગીતો અને સમૂહગાન કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા હતા. નંદુ કેળકર અને તેમની ટીમે જીવંત ઓર્કેસ્ટ્રા દ્વારા સંગીતની રંગત વધારી હતી. કાર્યક્રમમાં અંદાજે 450થી 500 મહિલા સભ્યાઓ ઉપસ્થિત રહી હતી. અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.





