પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના કેસમાં 65 વર્ષના ભીમરાવ કાંબળેને વિશેષ પોક્સો કોર્ટે દોષી ઠેરવ્યો છે. કોર્ટે અપહરણ, દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો પુરવાર માન્યા છે. આરોપીની સજા સોમવારે જાહેર થશે.સરકારી પક્ષે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રૅર’ ગણાવી મૃત્યુદંડની માંગ કરી છે. ડીએનએ, સીસીટીવી, તબીબી પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો હતો. આરોપીએ અગાઉ પણ ગંભીર જાતીય ગુનાઓ કર્યા હોવાનું સરકારી પક્ષે દલીલમાં જણાવ્યું હતું.





