તાપી જિલ્લામાં મેઘમહેર: ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ, ડોલવણમાં સૌથી વધુ ૩૫ મીમી

તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર તંત્રના અહેવાલ મુજબ, ૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૬:૦0 વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૨૦.૧૩ મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો : એક નજર

  • ડોલવણ: ૩૫ મીમી (જિલ્લામાં સૌથી વધુ)
  • સોનગઢ: ૩૩ મીમી
  • વાલોડ: ૩૩ મીમી
  • વ્યારા: ૨૧ મીમી
  • ઉચ્છલ: ૯ મીમી
  • નિઝર: ૩ મીમી
error: Content is protected !!