કર્ણાટકની કલબુર્ગી સેન્ટ્રલ જેલમાંથી 3 આજીવન કેદી ફરાર, એક ઝડપાયો

કર્ણાટકના કલબુર્ગી સેન્ટ્રલ જેલમાંથી વહેલી સવારે ત્રણ આજીવન કેદી બાથરૂમની બારીના સળિયા કાપી અને જેલની દીવાલ કૂદી ફરાર થયા હતા. ફરજમાં બેદરકારી બદલ સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરાર થયેલા કેદીઓમાંથી સંતોષ નામના એક કેદીની બીદર જિલ્લામાં પોલીસ સાથેની અથડામણ બાદ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેની શોધખોળ માટે વિશેષ ટીમો કામગીરી કરી રહી છે.

error: Content is protected !!