રાજસ્થાનના ગંગાપુર સિટીના લીવાલી ગામની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં રૂ.500 ગુમ થતાં શિક્ષિકાએ ધોરણ 9 અને 11ની વિદ્યાર્થિનીઓને શંકાના આધારે રૂમમાં બંધ કરી કપડાં ઉતરાવી તલાશી લીધાનો ગંભીર આક્ષેપ થયો છે. ઘટનાથી આઘાતમાં આવેલી વિદ્યાર્થિનીઓએ પરિવારને જાણ કરતાં ગ્રામજનોએ શાળામાં હંગામો મચાવી તાળાબંધી કરી હતી.
મામલાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. હિન્દી વિષયની સિનિયર શિક્ષિકા સરસ્વતી મીનાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે વ્યાવસાયિક શિક્ષણ પ્રશિક્ષક વંદના શર્માને કાર્યમુક્ત કરવામાં આવ્યા છે. વિભાગે સમગ્ર ઘટનાની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે.





