NEET-UG પેપર લીક કેસમાં CBIએ ખાસ કોર્ટમાં જણાવ્યું કે NTAની નિષ્ણાત પેનલના સભ્ય પી.વી. કુલકર્ણી અને ખાનગી કોચિંગ સંચાલકો વચ્ચે સાંઠગાંઠ હતી. આરોપી કોચિંગ સંચાલક શિવરાજ મોટેગાવકરે કેમેસ્ટ્રીના પ્રશ્નો પરીક્ષા પહેલાં મેળવવા માટે રૂ.5 લાખની લાંચ આપી હતી.
CBIને આરોપીના મોબાઇલમાંથી હાથેથી લખેલા 132 કેમેસ્ટ્રી પ્રશ્નોના ફોટા મળ્યા હતા, જેમાંથી 111 પ્રશ્નો NEETના માસ્ટર પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ડિજિટલ તપાસ મુજબ આ પ્રશ્નો પરીક્ષાના આશરે 10 દિવસ પહેલાં જ મેળવવામાં આવ્યા હતા.આ કેસમાં અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પેપર લીકના વિવાદ બાદ 3 મેની પરીક્ષા રદ કરીને 21 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી.





