નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ઇથેનોલ મિશ્રિત ઇ20 પેટ્રોલનો ફરી બચાવ કરતાં કહ્યું કે જે લોકોને ઇ20 ન જોઈએ તેઓ 100 ટકા શુદ્ધ પેટ્રોલ ખરીદી શકે છે, પરંતુ તેના માટે વધુ કિંમત ચૂકવવી પડશે. તેમણે જણાવ્યું કે તેઓ ઇથેનોલ ઉપરાંત હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક જેવા વૈકલ્પિક ઇંધણના પણ સમર્થક છે.
પુત્રોના ઇથેનોલ વ્યવસાય અંગેના સવાલ પર ગડકરીએ સ્પષ્ટતા કરી કે પરિવારની શુગર મિલનો વ્યવસાય વર્ષોથી છે અને કેન્દ્ર સરકારના ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેમણે ઉમેર્યું કે ભારત ક્રૂડ ઓઇલનો મોટો આયાતકાર દેશ હોવાથી ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન જરૂરી છે. બ્રાઝીલમાં વર્ષોથી ઇથેનોલનો સફળ ઉપયોગ થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.





