નવી દિલ્હી: ‘તહેલકા’ મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલને વર્ષ 2013ના જાતીય શોષણ અને દુષ્કર્મના કેસમાં બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચે દોષિત ઠેરવી 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. વર્ષ 2021માં ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારની અપીલ બાદ હાઈ કોર્ટે તે ચુકાદો પલટાવી દીધો.
આરોપ મુજબ, ગોવામાં યોજાયેલા ‘થિંકફેસ્ટ’ દરમિયાન હોટેલની લિફ્ટમાં જુનિયર મહિલા સહયોગી સાથે જાતીય શોષણ થયું હતું. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ‘ના એટલે ના’નો સિદ્ધાંત ટાંકીને કડક સજાની માંગ કરી હતી.ચુકાદા બાદ તરુણ તેજપાલે પોતાને નિર્દોષ ગણાવી જણાવ્યું કે તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.





