લોકસભામાં મહત્વનું બિલ પસાર: UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવા બેંકો અને સર્વિસ પ્રોવાઈડર્સને મંજૂરી મળશે

નવી દિલ્હી:સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભાએ ગુરુવારે ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, ૨૦૦૭’માં સુધારો કરવા માટેનું મહત્વનું બિલ ચર્ચા વિના ધ્વનિમતથી પસાર કર્યું છે. આ સુધારા વિધેયક દ્વારા સરકાર બેંકો અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) તેમજ અન્ય સૂચિત ઈલેક્ટ્રોનિક ચૂકવણી મોડ્સ પર શુલ્ક (ચાર્જ) વસૂલવાની મંજૂરી આપશે.

હાલની કાનૂની જોગવાઈ મુજબ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને સૂચિત ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલતા અટકાવવામાં આવતા હતા, પરંતુ નવા બિલથી આ કાનૂની પ્રતિબંધ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી RTGS અને NEFT દ્વારા થતી ચૂકવણીઓ પર સેવા ચાર્જ લાગતો હતો, જ્યારે UPI વ્યવહારોને આવા શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટમાં આ ફેરફારો મંગળવારે ગૃહમાં રજૂ કરાયેલા ‘ટેક્સેશન એન્ડ અધર લૉઝ (એમેન્ડમેન્ટ) બિલ’નો જ એક ભાગ છે. સંસદમાં વિપક્ષના ભારે હંગામા અને નારાબાજી વચ્ચે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!