Latest News Tapi: ગેરહાજરીનો ‘રેકોર્ડ’ ભારે પડ્યો: મહેસુલી તલાટી ભાવેશ સરવૈયા સેવામાંથી બહાર

સોનગઢ-કુકરમુંડામાં ૩૯૪ દિવસની અનધિકૃત ગેરહાજરી, તબીબી કારણ પણ ખોટું ઠર્યું; ખાતાકીય તપાસમાં આરોપો પૂરવાર થતાં કડક કાર્યવાહી

સોનગઢ-કુકરમુંડાના મહેસુલી તલાટી ભાવેશ પી. સરવૈયા સામે ફરજમાં બેદરકારી, અનધિકૃત ગેરહાજરી અને સરકારી સેવા વર્તણૂક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખાતાકીય તપાસમાં આરોપો પૂરવાર થતાં તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની સૂચના મુજબ તેમને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી રૂખસદ આપવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું કે, ૫ મે ૨૦૨૨થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીના ૧૦૩૧ દિવસમાં તેઓ ૩૯૪ દિવસ ફરજ પરથી અનધિકૃત રીતે ગેરહાજર રહ્યા હતા. બીમારી અંગે રજૂ કરાયેલ કારણ પણ સિવિલ સર્જન, વ્યારાના ફિટનેસ સર્ટિફિકેટના આધારે અસત્ય હોવાનું બહાર આવ્યું હતું.

અગાઉ પણ ફરજમાં ગંભીર બેદરકારી બદલ તેમના ત્રણ વાર્ષિક ઇન્ક્રિમેન્ટ રોકવાની શિક્ષા થઈ હતી. નોટિસો અને સુનાવણીની પૂરતી તક છતાં સંતોષકારક ખુલાસો ન કરતાં અંતે ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, ૧૯૭૧ હેઠળ તેમને સેવામાંથી રૂખસદ કરવાનો આદેશ કરાયો છે.

error: Content is protected !!