હિંગોળી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંયોજક અભિજિત દીપકેએ મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના સંતુક પિંપરી ગામથી ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનની શરૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે, સત્તામાં કોઈપણ પક્ષની સરકાર રહી હોય, સરકારી શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણની ગુણવત્તા સુધારવા પૂરતું કામ થયું નથી.
દીપકેએ જણાવ્યું કે ગામડાંના બાળકોને સમાન શૈક્ષણિક તકો મળવી જોઈએ અને સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા સરકારને સવાલો પૂછવા જરૂરી છે. તેમણે તિરંગા રેલીમાં મોટા બેનરો પાછળ થતા ખર્ચ અંગે પણ સવાલ ઉઠાવી, આ નાણાં ગ્રામીણ શાળાઓ અને વિદ્યાર્થીઓ પાછળ ખર્ચાય તો વધુ સારું થાય તેમ જણાવ્યું.
તેમણે વાલીઓને શાળાઓની પ્રાથમિક સુવિધાઓનું ઓડિટ કરવા અને સરપંચોને શાળાઓની સ્થિતિ સુધારવાની જવાબદારી લેવા અપીલ કરી હતી. સાથે જ ખાનગી શાળાઓની ફીનું માળખું નક્કી કરવાની પણ માંગ કરી હતી.





