તાપી સરહદે બૂટલેગરોનો ખૂની ખેલઃ બાતમીદાર હોવાની શંકામાં સોનગઢના યુવકની હત્યા, ૮ સામે ગુનો

નવાપુર/સોનગઢ: તાપી જિલ્લાની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં બૂટલેગરોની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસને દારૂ અંગે બાતમી આપતો હોવાની શંકામાં સોનગઢના ૩૮ વર્ષીય યુવકને દારૂ પીવડાવી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના આશરે દોઢ મહિના બાદ મૃતકના ભાઈની ફરિયાદના આધારે નવાપુર પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ai generat images

મળતી વિગતો મુજબ, સોનગઢની શ્રીજી દર્શન સોસાયટીમાં રહેતા વિક્કી ઉર્ફે રાહુલ રાજુ સોનારને ૫ જુલાઈની સાંજે સ્કૂટર પર બેસાડી કબી ગેસ્ટ હાઉસ નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની સિમેન્ટની પીચ પાસે લઈ જવાયો હતો. ત્યાં તેને દારૂ પીવડાવ્યા બાદ ‘તું નવાપુર પોલીસને દારૂ અંગે બાતમી આપે છે’ તેવી શંકા રાખી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર મારને કારણે વિક્કી ઉર્ફે રાહુલનું મોત થયું હતું.

આ મામલે મૃતકના ભાઈ પરેશ ઉર્ફે પપ્પુ રાજુ સોનારે ૧૮ ઓગસ્ટે નવાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પ્રકાશ ગિરધારી મહાર ઉર્ફે લઘુ ( રહે.સોનગઢ), સતિષ માળી ઉર્ફે આપ્પા (રહે.સોનગઢ), દેવાંગ નીતિન ઠક્કર ઉર્ફે નીતિન કાવ્યા(રહે.સોનગઢ), વિશાલ છોટુ સૂર્યવંશી ઉર્ફે વિશાલ નાબાલીંગ(રહે.સોનગઢ)રવિ રોહિદાસ સંકટ (રહે. નંદુરબાર), સાગર પ્રફુલ્લ સોનવણે ઉર્ફે ફાવડ્યા (રહે.સોનગઢ),યશ લાલા મારવાડી અને રવિ સંતોષ વસઈકર ઉર્ફે રવિ ઝિપયા (રહે.સોનગઢ) સામે ગુનો નોંધાયો છે.

પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ તાપી-નવાપુર સરહદી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ અને તેની સાથે સંકળાયેલા ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે. ( news source by third-party )

error: Content is protected !!