ભાવનગર ઝેરી દારૂકાંડઃ ૯થી વધુનાં મોત, ૨૦ સારવાર હેઠળ, ‘લઠ્ઠાકાંડ’ શબ્દપ્રયોગ સામે સવાલો

ભાવનગર: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ઝેરી દારૂએ ફરી તાંડવ મચાવ્યું છે. ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી દારૂના સેવનથી ૯થી વધુ લોકોનાં મોત, જ્યારે ૨૦ જેટલા લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની તપાસ SMCને સોંપવામાં આવી છે.

જોકે, FSL રિપોર્ટ આવે તે પહેલાં જ ઘટનાને ‘લઠ્ઠાકાંડ’ તરીકે ઓળખાવાતા તપાસની દિશા સામે સવાલો ઊભા થયા છે. અહેવાલો મુજબ બ્રાન્ડેડ બોટલમાં નકલી વિદેશી દારૂ વેચાયો હતો તો પછી આ ઘટનાને સીધી ‘લઠ્ઠાકાંડ’ તરીકે કેમ રજૂ કરવામાં આવી?નકલી IMFL અને લઠ્ઠામાં તફાવત છે. દારૂમાં કયા રસાયણો હતા અને મોતનું ચોક્કસ કારણ શું હતું તે FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ સ્પષ્ટ થશે.

જો નકલી વિદેશી દારૂનું રેકેટ સાબિત થાય, તો સવાલ માત્ર બુટલેગરો પર નહીં, પરંતુ સ્થાનિક પોલીસ અને પ્રોહિબિશન તંત્રની કામગીરી પર પણ ઊભો થશે.હવે નજર FSL રિપોર્ટ પર, ભાવનગરમાં ‘લઠ્ઠાકાંડ’ થયો કે નકલી વિદેશી દારૂનું ઝેરી કૌભાંડ?

error: Content is protected !!