BREAKING NEWS: તત્કાલ ટિકિટ માટે રૂ. ૫૦૦ની લાંચ લેતો ચીફ બુકિંગ ક્લાર્ક ઝડપાયો

ડીસા રેલવે સ્ટેશન પર તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરી આપવા બદલ રૂ. ૫૦૦ની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્કને બનાસકાંઠા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, ફરિયાદી દિલ્હી જવાની તત્કાલ ટિકિટ માટે ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં ગયા હતા. ત્યારે ચીફ બુકિંગ ક્લાર્ક સુરેશકુમાર રામુજી સોલંકીએ ટિકિટ રિઝર્વેશનના બદલામાં રૂ. ૫૦૦ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીના સંપર્ક બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આરોપીએ લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!