અમદાવાદ: ગુજરાત ગેસે ઘરેલુ પીએનજી (PNG)ના ભાવમાં 3 સપ્ટેમ્બર 2026થી પ્રતિ SCM રૂ. 4.20નો વધારો કર્યો છે. 5 ટકા વેટ સહિત હવે ગ્રાહકોએ રૂ. 53.22 પ્રતિ SCM ચૂકવવા પડશે. અગાઉ આ દર રૂ. 49.02 હતો. કંપનીએ PNGનો મૂળ ભાવ રૂ. 46.69થી વધારીને રૂ. 50.69 પ્રતિ SCM કર્યો છે.
ભાવવધારાની સીધી અસર ઘરેલુ બજેટ પર પડશે. 20 SCM માસિક વપરાશમાં રૂ. 84, 30 SCMમાં રૂ. 126, 40 SCMમાં રૂ. 168 અને 50 SCMમાં રૂ. 210નો વધારાનો ખર્ચ થશે.





