Trending News: મહારાષ્ટ્રમાં ગરબા-દાંડિયામાં મુસ્લિમોના પ્રવેશનો VHPનો વિરોધ

મુંબઈ: આગામી ૧૧ ઓક્ટોબરથી શરૂ થનારા નવરાત્રિ મહોત્સવને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મહારાષ્ટ્રમાં ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશનો વિરોધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. VHPના પ્રવક્તા તથા સંયુક્ત સચિવ શ્રીરાજ નાયરે જણાવ્યું કે, નવરાત્રિ માત્ર નૃત્ય-સંગીતનો કાર્યક્રમ નહીં પરંતુ દેવીની આરાધના સાથે જોડાયેલો ધાર્મિક ઉત્સવ છે.VHP દ્વારા આયોજકોને કાર્યક્રમોમાં ભાગ લેનારાઓની ઓળખ ચકાસવા માટે આધારકાર્ડ તપાસવા તથા તિલક લગાવવા જેવા પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ નિર્ણયને પગલે મહારાષ્ટ્રમાં ગરબા-દાંડિયા કાર્યક્રમોને લઈને ચર્ચા તેજ બની છે.

error: Content is protected !!