અમદાવાદઃ લિંબાયતના દ્વારકેશનગર સોસાયટીમાં બાંધકામ કરી રહેલા પ્રોપર્ટી ડીલરને હિસ્ટ્રીશીટર સાગર સોનાવણે ઉર્ફે મણિયો ડુક્કર અને ત્રણ અજાણ્યા શખ્સોએ ધમકી આપી રૂ.15 લાખની ખંડણી માંગ્યાનો બનાવ સામે આવ્યો છે.
ફરિયાદ મુજબ, 18 ઓગસ્ટે આરોપીઓ બાંધકામ સ્થળે પહોંચ્યા હતા અને કામદારો સાથે ગેરવર્તન કરી માલિકને બોલાવવાની માંગ કરી હતી. બાદમાં ફરી આવેલા આરોપીઓએ ચૌરસિયાને બાંધકામ ચાલુ રાખવા માટે રૂ.15 લાખની માંગણી કરી હતી. ઇનકાર કરતાં હુમલો કરી છરી બતાવી ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. ભયના કારણે ચૌરસિયાએ તાત્કાલિક રૂ.10 હજાર આપ્યા હતા. આ મામલે લિંબાયત પોલીસે સોનાવણે સહિત ચાર સામે ખંડણી, હુમલો અને ધમકીનો ગુનો નોંધ્યો છે. પોલીસ મુજબ સોનાવણે સામે હત્યા સહિત 14થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે.





