રાજ્યની 70 જેટલી B.Ed. કોલેજો તપાસ હેઠળ : NCTEની મંજૂરી અને જરૂરી દસ્તાવેજો અંગે સરકારની ચકાસણી

ગાંધીનગર: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની એક B.Ed. કોલેજમાં થયેલી ગેરરીતિઓની તપાસ બાદ રાજ્યની આશરે 70 ખાનગી B.Ed. કોલેજોમાં નિયમોના ઉલ્લંઘન અંગેની વિગતો સામે આવી છે. NCTEની ફરજિયાત મંજૂરી અને જરૂરી દસ્તાવેજો અંગે સરકાર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં કુલ 366 B.Ed. કોલેજો હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 296 કોલેજોના જરૂરી અહેવાલો અને દસ્તાવેજો NCTEના પોર્ટલ પર ઉપલબ્ધ છે, જ્યારે આશરે 70 કોલેજો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકી નથી.ઉના તાલુકાની શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા B.Ed. કોલેજની મંજૂરીમાં વિસંગતતાઓ સામે આવ્યા બાદ આ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણાએ સંબંધિત સંસ્થાઓને બાકી રહેલા અહેવાલો અને દસ્તાવેજો ઝડપથી રજૂ કરવા સૂચના આપી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોલેજોમાં આશરે 8,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી સરકારની પ્રાથમિકતા વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર ન થાય તે માટે બાકી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરાવવાની છે. NCTEની મંજૂરી વિના યુનિવર્સિટી સંલગ્નતા આપવામાં આવી હોય તો સંબંધિત જવાબદારી પણ નક્કી થઈ શકે છે.

error: Content is protected !!