નવરાત્રી પૂર્વે સુરક્ષાની માંગ, ગરબા સ્થળે ID ચકાસણીની રજૂઆત

રાજકોટ: નવરાત્રી પૂર્વે ગરબા આયોજનોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને હિન્દુ સ્વરાજ સેના દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. સંગઠને ગરબા સ્થળે પ્રવેશ પહેલાં ઓળખપત્રની ચકાસણી તથા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી.રજૂઆતમાં પ્રવેશદ્વારે ID વેરિફિકેશન અને તિલકની વ્યવસ્થા રાખવા તેમજ બહેનો-દીકરીઓની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા જણાવાયું હતું. સંગઠનના કાર્યકરો ‘STOP ધર્માંતરણ’ અને ‘LOVE JIHAD’ લખેલા પોસ્ટર સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.સંગઠનના અભિષેક આશારાએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા સ્થળે ઉમટે છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવી જરૂરી છે.

error: Content is protected !!