ડ્રગ્સ દાણચોરોની ₹73.64 કરોડની મિલકતો પર પોલીસની કાર્યવાહી

જયપુર: રાજસ્થાન પોલીસે ચાલુ વર્ષ દરમિયાન જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડ્રગ્સ દાણચોરોની ગેરકાયદે કમાણીથી ઉભી કરાયેલી ₹73.64 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો ફ્રીઝ, જપ્ત અથવા ટાંચમાં લીધી છે. એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સ (એએનટીએફ)ના આઈજી વિકાસ કુમારે જણાવ્યું કે એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સ દાણચોરો વિરુદ્ધ 63 કેસ તૈયાર કરી સક્ષમ અધિકારી સમક્ષ મોકલવામાં આવ્યા છે.આ પૈકી 38 કેસમાં મિલકત જપ્તી અને ટાંચના અંતિમ આદેશો મંજૂર થયા છે, જ્યારે 25 કેસમાં કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. કાર્યવાહી હેઠળ મકાનો, દુકાનો, કૃષિ જમીન, રહેણાંક પ્લોટ ઉપરાંત કાર, ટ્રેક્ટર અને મોટરસાયકલ સહિતના વાહનોનો પણ સમાવેશ થાય છે.એનડીપીએસ એક્ટની કલમ 68-એફ હેઠળ હાથ ધરાયેલા આ અભિયાનમાં ચિત્તોડગઢમાં સૌથી મોટી કાર્યવાહી થઈ છે, જ્યાં ₹20.35 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.

error: Content is protected !!