નવી દિલ્હી: દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ચેન્નાઈ સ્થિત ૨.૭૦ એકર જમીનના માલિકી હક્કને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતા બોની કપૂર તથા તેમની પુત્રીઓ જાહ્નવી અને ખુશી કપૂરને નોટિસ પાઠવી છે. કોર્ટે હાલ સંપત્તિની વર્તમાન સ્થિતિમાં કોઈ ફેરફાર કરવા પર રોક લગાવી છે.
જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પિલ્લઈની ખંડપીઠે અરજદારોની અરજી પર સુનાવણી દરમિયાન આ વચગાળાનો આદેશ આપ્યો હતો. અરજદારોનો દાવો છે કે આ જમીન મૂળ તેમના પરિવારના સભ્ય એમ.સી. ચંદ્રશેખરનની માલિકીની હતી.કોર્ટે પક્ષકારોને વિવાદના સૌહાર્દપૂર્ણ ઉકેલ માટે મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ મધ્યસ્થીનો પ્રયાસ કરવા સૂચન કર્યું છે. કેસની આગામી સુનાવણી ૧૮ ડિસેમ્બરે થશે.
શ્રીદેવીની ૨.૭૦ એકર જમીનનો વિવાદ: બોની કપૂર અને પુત્રીઓને સુપ્રીમ કોર્ટની નોટિસ

સોનગઢનગરનાં મેઈન બજારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું
February 22, 2025
No Comments



વ્યારાનાં તાડકુવા ગામની ૨૩ વર્ષીય યુવતી ગુમ થઈ
March 6, 2025
No Comments

ઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલાએ સાત વર્ષની અંજુ નામની દીકરીનું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું
February 9, 2024
No Comments