મુંબઈના લાલબાગમાં ગણેશોત્સવ દરમિયાન કરંટ લાગતાં બેના મોત

મુંબઈઃ લાલબાગના કાળાવચકી વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન પંડાલ પાસે અચાનક વીજ કરંટ ફેલાતા 8 વર્ષની બાળકી સહિત બે લોકોનાં મોત થયા હતા. રાત્રે આશરે 3 વાગ્યે દત્તારામ લાડ માર્ગ પર આવેલી ઉત્સવ મંડળની જગ્યા પાસે આ દુર્ઘટના બની હતી.

ઘટનામાં અન્ય ચાર લોકો પણ કરંટ લાગવાથી ઘાયલ થયા હતા. તેમને બાયકુલાની મસીના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને મહાનગરપાલિકાની ટીમો સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!