ઓડિશામાં ભારે વરસાદથી છ જિલ્લા પ્રભાવિત,નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઓડિશા: પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરથી ઓડિશાના દક્ષિણના છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ગંજમ, ગજપતિ, મલકાનગિરી, કોરાપુટ, રાયગડા અને નબરંગપુર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનની આશંકાને પગલે નીચાણવાળા તથા જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.પરિસ્થિતિની સમીક્ષા અને રાહત કામગીરીના નિરીક્ષણ માટે રાજ્ય સરકારે ચાર વરિષ્ઠ પ્રધાનોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા છે. આ ઉપરાંત, નુકસાનની આકારણી અને રાહત કામગીરીની દેખરેખ માટે ચાર વરિષ્ઠ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

error: Content is protected !!