કિંશાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં શુક્રવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં બે ટોચના સૈન્ય જનરલ સહિત ૧૪ લોકોનાં મોત નીપજ્યાં છે. સૈન્ય પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેન્ગેએ ઘટનાની પુષ્ટિ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સૈન્ય વિમાન કિકવિતથી રાજધાની કિંશાસા તરફ જઈ રહ્યું હતું ત્યારે તેમાં તકનીકી ખામી સર્જાઈ હતી. પાઇલટે કેંગે વિસ્તારમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિમાન એક પ્લોટમાં તૂટી પડ્યું હતું.દુર્ઘટનામાં મિલિટરી કોર્ટના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મુટોમ્બી અને ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમ લિકુલિયા સહિત વિમાનમાં સવાર તમામ ૧૪ લોકોનાં મોત થયાં હતાં.(સૌજન્ય)





