અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા, અવિનાશે ૮૫ વખત ચોરી કરી

ફૈજાબાદ / અયોધ્યા:અયોધ્યાના રામ મંદિરમાં ચડાવાની રકમની કથિત ચોરીના મામલે પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ડેટા અને કોલ ડિટેલ રેકોર્ડ (CDR)ના આધારે આરોપીઓની ભૂમિકાનું વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. આ ચાર્જશીટ દ્વારા કેસમાં સંડોવાયેલા શખ્સોના સુનિયોજિત કાવતરાનો પર્દાફાશ થયો છે.આરોપીઓની ભૂમિકા અને સીસીટીવીના પુરાવા ચાર્જશીટ અનુસાર, અવિનાશ શુક્લા ઉર્ફે શનિ સીસીટીવી ફૂટેજમાં કુલ ૮૫ વાર ચડાવાની રકમની ચોરી કરતો નજરે પડે છે, જ્યારે ૪ વાર તેણે અન્ય આરોપીઓને સહયોગ કર્યો હતો.આ ઉપરાંત, કરૂણેશ પાંડે ૨ વાર ચોરી કરતા અને ૬૮ વાર અન્ય આરોપીઓની મદદ કરતા જોવા મળ્યા છે. મનીષ યાદવ ૧૬ વાર દાનની રકમ પોતાની પાસે રાખતો હતો અને ૧૯ વાર અન્ય આરોપીઓની મદદ કરતો હોવાનું બહાર આવ્યું છે.

CDR (કોલ ડિટેલ રેકોર્ડ) ના વિશ્લેષણ પરથી સાબિત થાય છે કે સંબંધિત સમયગાળા દરમિયાન તમામ આરોપીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા. પોલીસે સીસીટીવી, ડિજિટલ, મૌખિક તેમજ પારિસ્થિતિજન્ય પુરાવાઓના આધારે આરોપીઓ વચ્ચે પરસ્પર સમન્વય અને ગુનાહિત કાવતરાના પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો છે. આરોપીઓ પર કાઉન્ટિંગ રૂમમાંથી સુનિયોજિત રીતે રકમ ચોરી કરી વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં અંતિમ નિર્ણય કોર્ટમાં પુરાવાઓની કાનૂની તપાસ બાદ જ લેવામાં આવશે.

આ સંવેદનશીલ મામલાની તપાસ દરમિયાન પોલીસે લગભગ ૭૦૦ બેંક ખાતાઓની સઘન તપાસ કરી હતી. આ તપાસના દાયરામાં ટ્રસ્ટીઓ, આરોપીઓ, શંકાસ્પદો, ગણતરી કર્મીઓ, ટ્રસ્ટના કર્મચારીઓ તેમજ ટ્રસ્ટના પોતાના બેંક ખાતાઓની લેવડદેવડ સામેલ હતી. આ વ્યાપક તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ હકીકત સ્પષ્ટ થઈ છે કે ચંપત રાયના નામે કોઈ પણ અંગત બેંક ખાતું મળી આવ્યું નથી.( સૌજન્ય)

error: Content is protected !!