વ્યારા: દેશભરમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે તાપી જિલ્લામાં પણ આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. વ્યારા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર અખબારમાં પ્રકાશિત અહેવાલને આધારે લોકોમાં ભ્રમ ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે SIR પ્રક્રિયાને લઈને વિરોધ પક્ષો દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે દેશહિતને નુકસાન પહોંચાડી શકે છે. આ મુદ્દે તેમણે મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી.
આ પત્રકાર પરિષદમાં તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, તાપી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા મહામંત્રી અમિત પટેલ અને મૃણાલ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વ્યારા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ મીડિયાને માહિતી આપી.





