વ્યારાનાં તાડકુવા ગામનાં ડુંગરી ફળિયા ખાતે રહેતી ૨૩ વર્ષીય બિંદાવતીબેન ધર્મેન્દ્રભાઈ (મૂળ રહે.ઉત્તરપ્રદેશ)ની ગત તારીખ ૨૪ ફેબ્રુઆરી નારોજ પરિવારને કહ્યા વગર જતી રહી હતી. તેમની ઊંચાઈ ૪.૫ ફુટ, રંગે ઘઉં વર્ણ, સફેદ કલરનું પંજાબી ડ્રેસ અને સફેદ મોજડી પહેરેલ છે અને તે ગુજરાતી, હિન્દી તથા ભોજપુરીની ભાષા જાણે છે. જોકે ગુમ થયેલ વિશે કોઈને જાણ થાય તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ તાપીનો સંપર્ક ફોન નંબર ૦૨૬૨૬૨૨૧૫૦૦ અથવા કાકરાપાર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૬૨૬૨૩૪૨૨૨ પર જાણ કરવું.
